મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કામુથીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ

તમિલનાડુના કામુથીમાં ટાઉન પંચાયતના કચરાના ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કચરાના ઢગલામાં આગ લાગતાં ધુમાડાન

તસવીર: gstv

તમિલનાડુના કામુથીમાં ટાઉન પંચાયતના કચરાના ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કચરાના ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. કચરાના ઢગલામાં આગ ઝડપથી ફેલાતા સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી. ઘટનાના દૃશ્યોમાં કચરાના ડમ્પિંગ યાર્ડમાંથી ધુમાડો નીકળતો અને આગની જ્વાળા જોવા મળી રહી છે. મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો