મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઘન કચરાના નિકાલ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, દેશભરમાં કડક નિયમોના અમલના નિર્દેશ

ઘન કચરાના વધતા જથ્થા અને નાગરિકોમાં કચરા વ્યવસ્થ

તસવીર: gstv

ઘન કચરાના વધતા જથ્થા અને નાગરિકોમાં કચરા વ્યવસ્થાપન અંગેના અભાવ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ એસવીએન ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના કડક અમલીકરણ માટે દેશવ્યાપી નિર્દેશો જારી કર્યા છે.કોર્ટે જણાવ્યું કે કચરાના પ્રકાર અને જટિલતામાં ભારે વધારો થયો છે, તેથી કચરા વ્યવસ્થાપનના માળખાનું ઓડિટ કરી તેને અપગ્રેડ કરવું અનિવાર્ય છે. સમાજમાં કચરો ઉત્પન્ન કરવાની માનસિકતા છે પરંતુ તેના નિકાલમાં સહકાર આપવાની ભાવનાનો અભાવ છે તેમ પણ કોર્ટે ખેદપૂર્વક ઉમેર્યું હતું. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ પર સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલાનો વ્યાપ સમગ્ર દેશમાં વધાર્યો છે.

આ સમાચાર શેર કરો