મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Jamnagar / રિસોર્ટમાં લગ્ન પ્રસંગ દરમિયાન લાગી ભીષણ આગ, સદનસીબે જાનહાનિ ટળી

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે.

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક રિસોર્ટમાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવી છે. મંડપમાં અચાનક લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. મંડપના કાપડ અને ડેકોરેશનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંડપનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો છે.  

આ સમાચાર શેર કરો