VIDEO: દિલ્હીમાં ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, સદ્નસીબે જાનહાનિ ટળી
દિલ્હીના પંજાબી બાગ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી લિફ્ટબાઈટ ઓટોમેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી
દિલ્હીના પંજાબી બાગ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી લિફ્ટબાઈટ ઓટોમેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા હતી . સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીમાં રાખેલા મશીનરી અને મોંઘો સામાન બળીને ખાખ થઈ જવાથી મોટું આર્થિક નુકસાન થયું હતું.







