VIDEO: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નેતાઓએ આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સ્વ. યોગેશ પટેલને પુષ્પાંજલિ અર્પી તેમની લોકપ્રિય કામગીરી અને શિવજીની સવારીના પ્રદાનને યાદ કર્યા હતા. પ્રદેશ પ્રમુખે સ્વ. યોગેશ પટેલની સાદગી અને તેમના પ્રજાલક્ષી કાર્યોની સ્મૃતિઓ વાગોળી હતી. આ કાર્યાલયના ઉદ્ઘાટનથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પૂર્વ ધારાસભ્યના અધૂરા કાર્યો આગળ ધપાવવાનો સંકલ્પ લેવાયો હતો.




