VIDEO: ભાભરમાં મામલતદાર આર એમ ચૌધરીએ હોટલ કર્મચારી પર ઉગામી લાકડી, વીડિયો વાયરલ
ભાભર હાઇવે વિસ્તારના દબાણ હટાવવાની કામગીરી વહિવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી 8 સપ્ટે
ભાભર હાઇવે વિસ્તારના દબાણ હટાવવાની કામગીરી વહિવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી 8 સપ્ટેમ્બરે ફરી દબાણ હટાવવા ભાભર મામલતદારે વાસણ, પીવાના પાણીનો ડ્રમ હોટલવાળાએ બહાર રાખતા 300 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
લાકડીથી ધક્કો મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વહાણવટી હોટલનો માણસ વાસણની સાફ સફાઈ બહાર કરતા મામલતદાર આર એમ ચૌધરી લાકડી ઉગામી હતી. આ લાકડીથી ધક્કો મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ભાભર મામલતદારે ધાકધમકી આપી
સુત્રો પાસેથી જાણવા મળ્યું કે ભાભર મામલતદારે ધાકધમકી આપી હતી. સરકારી કામમાં રૂકાવટ કરી તો ફરીયાદ નોંધાવીશ તેવી ચીમકી આપી હતી.સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે GSTVએ હોટલ માલિકનો સંપર્ક કરતા એ કશું બોલવા તૈયાર નથી. વાયરલ વીડિયોની GSTVની પુષ્ટિ કરતું નથી






