VIDEO: મહુવાના નબીરાઓને પુષ્પાનો રંગ ચઢ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં ઉતાર્યું રિલ્સનું ભૂત
ભાવનગરમાં આવારા તત્વો સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે.
ભાવનગરમાં આવારા તત્વો સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવી રિલ્સ સામે આવતા પોલીસ એક્શનમાં આવી હતી.જેમાં મહુવાના નબીરાઓને પુષ્પાનો રંગ ચઢ્યો હતો.પુષ્પા ફિલ્મના મ્યુઝિક ઉપર હાથમાં હથિયારો સાથે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.જે બાદ પોલીસે નબીરાઓને ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો.




