VIDEO: અંબાજીમાં આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો, મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ
આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળોને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ
આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળોને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાલુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી અંબાજી આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે તમામ તૈયારીઓ આદરી
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી ટોયલેટ, ભોજન સહિતની અનેકો સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ત્રણ જગ્યા પર ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભક્તો નિશુલ્ક ભોજન નો લાભ લઈ શકશે. અંબાજી માં આવી ભક્તો અંબિકા ભોજનાલ્ય, દિવાલી બા સદન ખાતે અને ગબ્બર તળેટી ખાતે આ ત્રણ જગ્યા પર ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.






