VIDEO: બુરારીમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીની આત્મહત્યા
દિલ્હીના બુરારી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને ગોળી મારી બાદમાં પોતે પ

દિલ્હીના બુરારી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને ગોળી મારી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી. પોલીસે જણાવ્યું કે તેમને એક ફ્લેટમાં બે લોકો મૃત હાલતમાં પડ્યા હોવા અંગેનો પીસીઆર કોલ મળ્યો હતો, જેના આધારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કહ્યું કે, બપોરે જ્યારે મહિલાની નાની બહેન નોકરી પરથી ઘરે પરત ફરી ત્યારે તેણે આ બંને મૃતદેહો જોયા હતા. મૂળ ઉત્તર પ્રદેશની વતની એવી આ મહિલા તેની બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી, જ્યારે હરિયાણાનો રહેવાસી તેનો પ્રેમી દિલ્હીના અન્ય વિસ્તારમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બંને છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.



