VIDEO: ખાંભા તાલુકાના રાયડી ગામે શેરીઓમાં રખડતા જોવા મળ્યા સિંહ
અમરેલી જિલ્લામાં સિંહોની વધતી વસ્તીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. તાજેતરમાં ખાંભા તાલુકા
અમરેલી જિલ્લામાં સિંહોની વધતી વસ્તીએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. તાજેતરમાં ખાંભા તાલુકાના રાયડી ગામમાં 4 સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં સિંહો ગામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા.
રાયડી ગામમાં આ ત્રીજી વખત સિંહોના પ્રવેશની ઘટના બની છે. સિંહોને જોઈને પશુઓ દૂર ભાગી જતાં તેમને શિકાર મળ્યો ન હતો. સુમસામ બજારોમાં સિંહોએ લટાર મારી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક દિવસ પહેલા રાજુલાના કોવાયા ગામમાં પણ એક સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો હતો. રાત્રે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડ્યો હતો


