મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નારણપુરા જૈન મંદિર ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-૧ ની ટીમ

અમદાવાદના નારણપુરા પ્રગતિનગર જૈન મંદિરમાં ૨૦ દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ઝોન-૧ ની

તસવીર: gstv

અમદાવાદના નારણપુરા પ્રગતિનગર જૈન મંદિરમાં ૨૦ દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ઝોન-૧ ની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે પદ્માવતી માતાજીના ચોરાયેલા ચાંદીના મુગટ અને છત્તર સહિત ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા પણ જપ્ત કરી છે. ફૂટપાથ અને ઝૂંપડામાં આશરો લઈને ચોરીની પ્રવૃત્તિ કરતા રીઢા ગુનેગારો બળદેવ વાંસફોડીયા, રવિ ઉર્ફે લલો અને અરુણ ઉર્ફે દદુને પકવાન બ્રિજ નીચેથી દબોચી લેવાયા છે. પકડાયેલા આરોપીઓ પૈકી રવિ ઉર્ફે લલો અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹૭૬ હજારની કિંમતના ચાંદીના દાગીના અને ₹૧ લાખની રિક્ષા મળીને કુલ ₹૧.૭૬ લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો