VIDEO: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોનું આંદોલન ઉગ્ર બનશે: આવતીકાલથી રાજ્યભરની અદાલતોમાં અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત ભાડા વિધેયકના વિરોધ

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે, જેના ભાગરૂપે આવતીકાલથી રાજ્યભરની અદાલતોમાં વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર રહેશે…..અમદાવાદમાં ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી મેટ્રો કોર્ટ અને ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ સુધી વકીલો દ્વારા ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવશે, જેનું ગાંધીજીની પ્રતિમા ખાતે સમાપન થશે….વકીલોની રોજગારી અને ન્યાયિક પ્રક્રિયા પર અસર પડતી હોવાથી જૂનો કાયદો જ યથાવત રાખવાની માંગ કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યના ૧૮૨ વકીલ મંડળોની આગેવાનીમાં તમામ અદાલત પરિસર બહાર ઉગ્ર દેખાવો કરવામાં આવશે.




