VIDEO : ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત કુલજીત સિંહે લોધી ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું, દિલ્હીને હરિયાળું બનાવવા NDMCનો સંકલ્પ
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ના વાઇસ ચેરમેન કુલજીત સિંહ ચહલે આજે ઐતિહાસિક લોધી ગાર્ડ
નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ના વાઇસ ચેરમેન કુલજીત સિંહ ચહલે આજે ઐતિહાસિક લોધી ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેમણે ગાર્ડનમાં ચાલી રહેલા ટ્રેક લેઇંગ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ગુણવત્તા જાળવવા સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. NDMCના વાઇસ ચેરમેન કુલજીત સિંહ ચહલે પોતે છોડ રોપી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે NDMC દિલ્હીને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.




