VIDEO: કૃષ્ણનગર પોલીસે વાહનચોરને રંગે હાથ ઝડપ્યો
અમદાવાદમાં વાહનચોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક રીઢા સિરિ

અમદાવાદમાં વાહનચોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક રીઢા સિરિયલ વાહનચોરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચોરીના ૭ જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. તેની સામે બાપુનગર, સોલા, ઇસનપુર અને વટવા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસને આરોપી પાસેથી ચોરીના વાહનની આર.સી. બુક અને બોગસ નંબર પ્લેટો પણ મળી આવી છે જેને જપ્ત કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં શહેરના અન્ય મોટા વાહન ચોરીના ગુનાઓ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


