મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: કોરબાના દેવપહારી પિકનિક સ્પોટ હસદેવ નદીના ધસમસતા પાણી વચ્ચે ફસાયા ૩ લોકો!

છત્તીસગઢના કોરબા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક અત્યંત શ્વા

તસવીર: gstv

છત્તીસગઢના કોરબા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક અત્યંત શ્વાસ અધ્ધર કરી દેનારી ઘટના સામે આવી છે. કોરબાના પ્રખ્યાત દેવપહારી પિકનિક સ્પોટ પર ફરવા ગયેલા ત્રણ પ્રવાસીઓ હસદેવ નદીના ધસમસતા પ્રવાહમાં અચાનક ફસાઈ ગયા હતા. ઉચ્ચ પ્રવાહ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે હસદેવ નદીના જળસ્તરમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો, જેના કારણે આ ત્રણેય લોકો નદી વચ્ચે આવેલા એક નાના ટાપુ પર ફસાઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ભારે અફરાતફરી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી ટાપુ પર ફસાયેલા ત્રણેય મુસાફરોનો જીવ ભારે જોખમમાં મુકાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ કોરબા પોલીસ અને SDRFની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટુકડીઓએ સમયસૂચકતા વાપરીને ટાપુ પર ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

SDRF દ્વારા જાહેર કરવામાં આવેલા દ્રશ્યોમાં નદીનું રૌદ્ર સ્વરૂપ અને નદીના ધસમસતા પાણી વચ્ચે ટાપુ પર અસહાય સ્થિતિમાં ઉભેલા લોકોને સ્પષ્ટ જોઈ શકાય છે.. SDRF અને પોલીસની ટીમોએ અત્યંત સાહસિકતા અને સાવધાનીપૂર્વક બોટ તથા દોરડાની મદદથી નદીના તીવ્ર વહેણ સામે ઝૂઝીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.. જવાનોએ પોતાની જાનના જોખમે ટાપુ પર પહોંચીને ત્રણેય લોકોને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી ઝડપી બનાવી હતી.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો