VIDEO: વેસ્ટઈન્ડિઝના બીચ પર હાર્દિક-કોહલીએ શર્ટલેસ થઈને વોલીબોલની મજા માણી
એક તરફ ટી-20 વર્લ્ડકપમાં ભારત સહિત આઠ ટીમો સુપર-8માં ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ પહોંચ

એક તરફ ટી-20 વર્લ્ડકપમાં ભારત સહિત આઠ ટીમો સુપર-8માં ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ પહોંચી ગઈ છે. જ્યાં બાર્બાડોસ બીચ પર ટીમ ઈન્ડિયાએ વોલીબોલની મજા માણી હતી. જેનો એક વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા બે ગ્રુપમાં વહેંચાય ગઈ હતી. બાર્બાડોસના બીચ પર વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. જેમાં ખાસ કરીને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ શર્ટલેસ થઈને વોલીબોલ ગેમ રમ્યા હતા.
સુપર-8માં ભારતનો પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન સામે
તમને જણાવી દઈએ કે, સુપર-8માં ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો 20 જૂને અફઘાનિસ્તાન સામે થશે. આ મેચ માટે ભારતીય ખેલાડીઓ 17 જૂનથી બાર્બાડોસમાં પ્રેક્ટિસ શરૂ કરશે. આ પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.






