VIDEO: ખડગેનો મોદી સરકાર પર પ્રહાર: શિક્ષણ પ્રણાલી લકવાગ્રસ્ત થયાના આક્ષેપ સાથે રમાબાઈ રણવીરનો વીડિયો શેર કર્યો
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોદી સરકાર પર દેશની શિક્ષણ પ્રણાલીને વ્યવસ્થિત રીતે નષ્ટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાની રસોઈયા ૪૭ વર્ષીય રમાબાઈ રણવીરનો વીડિયો શેર કર્યો છે, જેમણે પુત્રીના શિક્ષણ માટે ખુલ્લા પગે દોડીને સ્થાનિક મેરેથોન જીતી હતી. પતિના અવસાન બાદ એકલા જ સંઘર્ષ કરતી રમાબાઈએ ૩,૦૦૦ રૂપિયાનું પ્રથમ ઇનામ મેળવીને પોતાની દીકરીઓના અભ્યાસ માટે ભંડોળ પૂરું પાડ્યું છે, જેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.



