VIDEO: નોટોથી શણગારેલી કાવડ
ઉત્તરાખંડના હરિદ્વારમાં પવિત્ર સાવન માસ દરમિયાન ચાલી રહેલી કાવડ યાત્રામાં ચલણી નોટોથી શણગારેલી એક અનોખી કાવડ લોકો માટે ભારે આકર્ષ

ઉત્તરાખંડના હરિદ્વારમાં પવિત્ર સાવન માસ દરમિયાન ચાલી રહેલી કાવડ યાત્રામાં ચલણી નોટોથી શણગારેલી એક અનોખી કાવડ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ચલણી નોટોની સુંદર ડિઝાઇન અને હાર તૈયાર કરીને આ કાવડને અનોખી રીતે સજાવવામાં આવી છે. આ આકર્ષક કાવડને નિહાળવા અને પોતાના કેમેરામાં કેદ કરવા માટે રસ્તા પર હજારો ભક્તોની ભીડ ઉમટી હતી. શિવભક્તિના આ પવિત્ર પર્વ પર કાવડિયાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી આવી કલાત્મક અને અનોખી શૈલીઓ સમગ્ર હરિદ્વાર નગરીને શિવમય અને ઉત્સવના રંગમાં રંગી રહી છે.



