મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કૌશાંબી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ ઘટના

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી અને ગમગીનીનો માહોલ સર

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી અને ગમગીનીનો માહોલ સર્જાયો હતો . આ દુર્ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અનેક મજૂરો ગુમ થતાં તેમના પરિવારજનો ઘટનાસ્થળે અને હોસ્પિટલોમાં પોતાના સ્વજનોની શોધખોળ કરી હતી . વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ફેક્ટરીનું માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ગુમ થયેલા લોકોના પરિવારજનો પોતાના સ્વજનોની ભાળ મેળવવા માટે ભારે આક્રંદ કર્યું હતું 

આ સમાચાર શેર કરો