મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ રેલ્વે સ્ટેશને કોઈ રિક્ષાવાળો મીટરથી નથી ચાલતો, પોલીસ કહે છે કે અહીં તો આવું જ છે : કાજલ ઓઝા વૈદ્યની વ્યથા

લેખક કાજલ ઓઝા વૈધે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ રેલવ

લેખક કાજલ ઓઝા વૈધે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ રેલવે સ્ટેશન પર એક પણ રિક્ષાવાળો મીટરથી આવવા તૈયાર થયો નહતો. મહિલા સુરક્ષાની વાતો કરતી અમદાવાદ પોલીસને જ્યારે લેખક કાજલ ઓઝા વૈધે આ અંગે ફરિયાદ કરી ત્યારે પોલીસે ઉદ્ધતાઇભર્યો જવાબ આપ્યો હતો.

પોલીસને ફરિયાદ કરી ત્યારે કહે છેકે અહીં તો રનિંગ જ ચાલે છે. એક પણ પોલીસકર્મી નથી અને એક પણ રિક્ષાવાળો મીટરથી આવવા તૈયાર નથી. સરકાર મીટર લગાવે છે કારણ કે પેસેન્જરને તકલીફ ના પડે. અહીં મોં માંગ્યા ભાવ માંગે છે અને એક પણ રિક્ષાવાળો મીટર ચાલુ કરવા તૈયાર નથી. પોલીસ પણ તે લોકોની સાથે જ છે. આ છે આપણું અમદાવાદ, વન્ડરફુલ અમદાવાદ. એક પણ માણસને તેના વિશે ફરિયાદ કરવાની જરૂર પણ લાગતી નથી. આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉતરીએ છીએ અને દલિલ કરી ભાવતાલ કરીને જતા રહીએ છીએ. How ટુ વન્ડરફુલ નહીં. આપણે બધા અન્યાયનો ભાગ છીએ.

આ સમાચાર શેર કરો