VIDEO : જામનગર મનપાએ લાખોટા લેકના પક્ષીઘરમાં શરૂ કરી આધુનિક 'ફોગર્સ સિસ્ટમ'!
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે જામનગર મહાનગરપાલિકા દ્વારા

રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે જામનગર મહાનગરપાલિકા દ્વારા અબોલ પક્ષીઓ માટે રાહતદાયક પહેલ કરવામાં આવી છે. લાખોટા લેક ખાતે આવેલા પક્ષીઘરમાં પક્ષીઓને ગરમી અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે આધુનિક પરમેનેન્ટ ફોગર્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અગાઉ પાણીના છંટકાવથી ઠંડક આપવામાં આવતી હતી, પરંતુ હવે કમિશનરના માર્ગદર્શન હેઠળ કાયમી ફોગર્સ લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ હવામાં સૂક્ષ્મ પાણીના ટીપાં છાંટીને તાપમાન ઘટાડે છે અને પક્ષીઓને કુદરતી ઠંડક આપે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પહેલથી પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.


