VIDEO: જૈન મુનિનો રોષ ભાજપના નેતાઓ પર ફુટ્યો, નેતાઓ અને બિલ્ડરોની મીલિભગતે વડોદરાની દશા બગાડી
વડોદરા શહેર 12 ઈંચ વરસાદમાં પુરમાં ગરકાવ થયું હતું. 12 ઈંચ વરસાદને કારણે શહેરની સ્થિતિ અત્યંત દયનીય થઈ હતી. ત
વડોદરા શહેર 12 ઈંચ વરસાદમાં પુરમાં ગરકાવ થયું હતું. 12 ઈંચ વરસાદને કારણે શહેરની સ્થિતિ અત્યંત દયનીય થઈ હતી. ત્યારે આ વચ્ચે હાલોલમાં ચાતુર્માસ દરમ્યાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો પુર પીડિતોની પીડા મુદ્દે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે ભાજપ માટે વડોદરા ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો બન્યું છે.
રાજનેતાઓ અને બિલ્ડરોની મીલિભગતે વડોદરાની આ દશા
વડોદરામાં 30 તળાવો હતા તે ક્યાં ગાયબ થઈ ગયા?, રાજનેતાઓ અને બિલ્ડરોની મીલિભગતે વડોદરાની આ દશા કરી છે. તળાવ હતા તેમાં વરસાદી પાણી વહી જતું હતું, પણ આ તળાવો આ લોકો ખાઈ ગયા છે. શહેર પ્રમુખ વિજય શાહ પર આક્રોશ ઠાલવ્યો હતો. ડો.વિજય શાહ જેવાં લોકો ભાજપનું પતન કરાવશે.
ભાજપનું પતન આ લોકો જ કરશે
જૈન આચાર્યે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ભાજપનું પતન આ લોકો જ કરશે. મને નથી લાગતું કે, 2029માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી ફરી શાસનમાં આવી શકશે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે વિજય શાહે કયા કામો ભાજપ, હિંદુ અને વડોદરાનાં હિતમાં કર્યા છે.
જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો આક્રોશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો આક્રોશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાના પુરમાં જેમના મોત થયા છે, તે માટે જવાબદર કોણ છે? ભાજપે આ અંગે જવાબ આપવો જ પડશે.






