મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજલાઈનનો પ્રશ્ન વિકરાળ બન્યો, 8 જિલ્લાના ખેડૂતો કંપનીની ઓફિસ પર રજૂ કર્યો વાંધો

રાજ્યના 20થી વધુ જિલ્લામાં વીજલાઈનનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે. મ

રાજ્યના 20થી વધુ જિલ્લામાં વીજલાઈનનો પ્રશ્ન વિકરાળ બની ગયો છે. મોટાભાગના નેતાઓ આ મુદ્દે ચુપ છે. અંતે કંટાળી 8 જિલ્લાના અંદાજે પાંચસો ગામના ખેડૂતો અમદાવાદમાં નિયમ મુજબ કંપનીની ઓફિસ પર વાંધો રજૂ કરવા પહોંચ્યાં હતા. ખાવડથી ઓલપાડ ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીની લાઈન સામે અસરગ્રસ્તોએ 5 હજારથી વધુ વાંધા રજૂ કર્યાં છે. ખેડૂતોએ કહ્યું કે, અગાઉ જે પણ મનમાની થઈ હવે આ પ્રોજેક્ટમાં અમે કંપની અને સરકારી કચેરીઓ સુધી અગાઉથી જાણ કરી છે. ખેડૂતોએ કહ્યું કે, અમને આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ માહિતી નથી. જેથી કંપની સરકારના નિયમો મુજબ કામ કરે. 

આ સમાચાર શેર કરો