VIDEO : લોકશાહીના પર્વમાં આધ્યાત્મિક રંગ, પશ્ચિમ બંગાળમાં ઇસ્કોનના સાધુ-સંતો બન્યા આકર્ષણનું કેન્દ્ર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. કોલકાતામાં લોકશાહીનો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. કોલકાતામાં લોકશાહીનો એક અનોખો રંગ જોવા મળ્યો, જ્યારે ઇસ્કોન મંદિરના સાધુ-સંતો મોટી સંખ્યામાં પોતાનો પવિત્ર મત આપવા માટે રવાના થયા હતા. આધ્યાત્મિક વસ્ત્રોમાં સજ્જ આ સાધુઓ સમાજને સંદેશ આપી રહ્યા છે કે રાષ્ટ્રનિર્માણમાં દરેકનો મત કિંમતી છે. સાધુઓ ઉત્સાહભેર મતદાન મથક તરફ જઈ રહ્યા છે . બીજા તબક્કાના આ મતદાનમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોની સાથે ધર્મગુરુઓની આ સક્રિય ભાગીદારી દર્શાવે છે કે બંગાળમાં લોકશાહીના પાયા કેટલા મજબૂત છે. શિસ્તબદ્ધ રીતે મતદાન કરવા જતી સાધુઓની આ ટોળકી આકર્ષણનું કેન્દ્ર બની છે.


