મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની દુષ્કર્મ બાદ હત્યા, ચાર્જિંગ કેબલથી ગળું દબાવી કરી હત્યા

નવી દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર

નવી દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી આ મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી શકાય. પોલીસ હાલમાં આ મામલે આત્મહત્યા કે હત્યા બંને પાસાઓ પર તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ પરિવારના સભ્યોની પૂછપરછ દ્વારા કેસની કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર શેર કરો