VIDEO: 'ઈરાન અમારી સાથે વાત કરવા માંગે છે, મેં કહ્યું હવે બહુ મોડું થઈ ગયું'; યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનનું હવાઈ સંરક્ષણ, વાયુસેના, નૌકાદળ અને તેનું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનનું હવાઈ સંરક્ષણ, વાયુસેના, નૌકાદળ અને તેનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે. ઈરાન તેમની સાથે વાત કરવા ઈચ્છે છે પરંતુ મેં કહ્યું કે, હવે ઘણું મોડું થઈ ગયું છે.
અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓએ ઈરાનને આક્રમક બનાવી દીધો છે. ઈરાન હવે મધ્ય પૂર્વમાં એવા દેશો પર વારંવાર હવાઈ હુમલા કરી રહ્યું છે જ્યાં અમેરિકાના લશ્કરી થાણા આવેલા છે. બંને બાજુથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે ટ્રમ્પનું આ મોટું નિવેદન આવ્યું છે.
અગાઉ, ઈરાન પરના હુમલા અંગે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન એવી મિસાઈલો વિકસાવી રહ્યું છે જે અમેરિકા સુધી પહોંચી શકે છે.
મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સામે અમેરિકાનું લશ્કરી ઓપરેશન ચાલુ છે. "આ આતંકવાદી સરકારે અમેરિકા માટે ગંભીર ખતરો ઉભો કર્યો છે. ઈરાન પરમાણુ શસ્ત્રો મુદ્દે પોતાની જીદ પર અડગ હતો. આ કારણે અમેરિકા સંપૂર્ણ રીતે એલર્ટ હતું.
તેમણે કહ્યું કે તેમની પાસે અમેરિકા સુધી વાર કરી શકે તેવી સક્ષમ મિસાઈલો છે.પરંતુ હું એવું થવા દઈશ નહીં. છેલ્લા 47 વર્ષમાં આ ઈરાની સરકાર અમેરિકનો પર હુમલો કરી રહી છે. આ દુષ્ટ સરકાર પર હુમલો કરવાની અમારી છેલ્લી તક હતી.







