મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હત્યા કેસમાં તપાસ તેજ

રાજકોટમાં પોલીસ પરિવાર પર થયેલા હુમલા અને કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. કેસના આરોપી

તસવીર: gstv

રાજકોટમાં પોલીસ પરિવાર પર થયેલા હુમલા અને કૃષ્ણસિંહ જાડેજાની હત્યાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. કેસના આરોપી રાજવીર વાળાના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મુખ્ય આરોપી રણજીત વાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સારવાર પૂર્ણ થયા બાદ તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામેથી વધુ એક હથિયાર કબજે કર્યું છે. અત્યાર સુધી ગુનામાં વપરાયેલા કુલ બે હથિયાર અને આઠ જીવતા કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ ગેરકાયદે હથિયાર સપ્લાય ચેનની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ નજીવી બાબતમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો