મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના વિકાસ ગૃહમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી

વિકાસગૃહ અમદાવાદ અને ડિવાઈન ધરૂવાડિયુંના સંયુક્ત ઉપક્રમે ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

તસવીર: gstv

વિકાસગૃહ અમદાવાદ અને ડિવાઈન ધરૂવાડિયુંના સંયુક્ત ઉપક્રમે ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સર્વાંગ સુંદર વ્યાયામ રજૂ કર્યો હતો. ધ્વજવંદન પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિકાસગૃહની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રભક્તિના વિવિધ નૃત્યો રજૂ કાર્ય હતા. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાઓએ ભારતના વિવિધ રાજ્યોના નૃત્યો રજૂ કર્યા હતા. ગુજરાતનો ગરબો, પંજાબનું  ભાંગડા નૃત્ય, અસામનું બિહુ નૃત્ય, મહારાષ્ટ્રનું દિન્ડી, તમિલનાડુનું ભરતનાટ્યમ, રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય રજૂ થયું હતું. દરેક નૃત્ય પહેલા વિદ્યાર્થીઓએ જે તે નૃત્યની વિગતે માહિતી આપી હતી. કાર્યક્રમમાં બંને સંસ્થાઓના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને માતાપિતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો