VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.. ડેમની મહત્તમ નિર્ધારિત સપાટી ૧૩૮.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.. ડેમની મહત્તમ નિર્ધારિત સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમમાં થઈ રહેલી સતત પાણીની આવકના કારણે હાલની જળ સપાટી ૧૨૬.૯૫ મીટર સુધી પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમનું જળસ્તર ૨૦ સેન્ટીમીટર જેટલુ વધ્યું છે..જે સારા વરસાદના સંકેતો આપે છે. ડેમમાં હાલ ૫૦ હજાર ૭૦૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે..ડેમમાંથી ૫ હજાર ૪૩૪ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે..ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમનું જળસ્તર વધ્યું છે.




