VIDEO: પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના ભાવ પણ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્

રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શાકભાજીના ભાવ પણ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરના બજારોમાં લીલા શાકભાજીના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. ગરમી અને કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થતાં બજારમાં આવક ઘટી ગઈ છે.
અમદાવાદ APMCમાં હાલ અંદાજે 52 હજાર ક્વિન્ટલ જેટલી આવકમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દસ દિવસમાં ગવાર, ચોળી, ટિંડોળા, કારેલા, પરવળ અને સરગવા જેવા શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો છે. વધતા ભાવની સીધી અસર ગૃહિણીઓના રસોડાના બજેટ પર પડી રહી છે અને લોકોમાં ચિંતા વધી રહી છે.


