VIDEO: હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદએક્સપિરિયન્સસેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રનો હેતુ અમદાવાદની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો, આધુનિક વિકાસ, રોકાણની તકો અને પ્રવાસનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં સ્થાનિક ભારતીય સમુદાય, ઉદ્યોગકારો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ કેન્દ્ર ગુજરાત અને સ્કોટલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક તેમજ આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અમદાવાદની વૈશ્વિક ઓળખને વધુ વિસ્તૃત કરવા માટે આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




