VIDEO: ઉધમપુર જિલ્લામાં સતત વરસાદથી વાતાવરણ આહલાદક બનતા લોકોને ગરમીથી મળી રાહત
જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને ભેજવાળા વાતાવરણથી ત્રસ્ત નાગરિકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદના આગમનથી સમગ્ર જિલ્લાનું વાતાવરણ એકદમ ઠંડુ,આહલાદક અને ખુશનુમા બની ગયું છે. પ્રકૃતિ પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે અને ઠંડા પવનોના કારણે લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. હવામાનમાં આવેલા આ સકારાત્મક પરિવર્તનને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉનાળાની અસર સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે




