મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એસટી બસોમાં હવે છૂટ્ટા પૈસાની ઝંઝટથી મળ્યો છુટકારો, ડિજિટલ પેમેન્ટનો વધ્યો વ્યાપ

ગુજરાત એસટી બસોમાં હવે છૂટા પૈસાની ઝંઝટ ખતમ થઈ છે. બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થઈ રહી છે.

ગુજરાત એસટી બસોમાં હવે છૂટા પૈસાની ઝંઝટ ખતમ થઈ છે. બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થઈ રહી છે. રાજ્યમાં 8 હજારથી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનલાઈન બુકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

એસટી બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. હાલમાં, નિગમની દૈનિક આવકમાં લગભગ 30 ટકા આવક કેશલેસ માધ્યમોથી થાય છે. હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓનાં પાસ માટેની ચુકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે.

આ સમાચાર શેર કરો