મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નેત્રંગમાં યુવક જીવ બચાવવા વૃક્ષ પર ચઢ્યો, તંત્રે રેસ્ક્યું કરીને બચાવ્યો

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાતા અનેક સ્થળોએ લોકો અટવાયા હતા. નેત્ર

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાતા અનેક સ્થળોએ લોકો અટવાયા હતા. નેત્રંગ પંથકના અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માર્ગો પર  ધસમસતા પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું.

નેત્રંગ પંથકમાં ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો

નેત્રંગ પંથકમાં ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નેત્રંગમાં ભારે વરસાદથી નદી-નામાં પુર આવ્યું હતું. તો બીજી તરફ ઘણા લોકો ફસાયા હતા, અનેક સ્થળો પરથી  લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

યુવકનું તંત્ર દ્વારા કરાયું રેસક્યું

મામલતદાર, પોલીસ સહિતનો સ્ટાફ એક્શનમાં જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે મોરિયાણા ગામમાં  એક યુવક તાડના ઝાડ ઉપર ચઢી ગયો હતો.જેનું પણ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

આ સમાચાર શેર કરો