VIDEO: ડીસામાં કાચા રસ્તાથી લોકો પરેશાન, વરસાદે વધારી મુશ્કેલી
બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-10 સ્થિત ગૌરી સદન સોસાયટીમાં કા

બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-10 સ્થિત ગૌરી સદન સોસાયટીમાં કાચા રસ્તા અને વરસાદી પાણીના ભરાવાથી રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ પડતાં જ સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રહીશોના આક્ષેપ મુજબ વર્ષોથી પાકા રસ્તાની માંગ અને અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ ચૂંટણી સમયે કરાયેલા વિકાસના વાયદાઓનો ઉલ્લેખ કરી હવે તેનો અમલ ક્યારે થશે તેવો સવાલ ઉઠાવ્યો છે. વધુ વરસાદ પડતાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરી રહીશોએ તાત્કાલિક રસ્તા અને ડ્રેનેજની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે.




