VIDEO: ડીસામાં રથયાત્રા રૂટ પર પોલીસનું ફ્લેગમાર્ચ
બનાસકાંઠાના ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની 28 મી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રાને લઈને એક તરફ અંતિમ તૈય

બનાસકાંઠાના ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની 28 મી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રાને લઈને એક તરફ અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા પોલીસે પણ કમર કસી છે. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી શહેરમાં પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ શોભાયાત્રાના સમગ્ર રૂટ પરથી પસાર થઈ હતી.




