મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસામાં રૂ.6.40 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું

બનાસકાંઠાના ડીસાના કાપડીવાસ વિસ્તારમાં પાલનપુર SOG પોલીસે દરોડો પાડી રૂ.6.40 લાખથી વધુ કિંમતનું શંક

તસવીર: gstv

બનાસકાંઠાના ડીસાના કાપડીવાસ વિસ્તારમાં પાલનપુર SOG પોલીસે દરોડો પાડી રૂ.6.40 લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી કબજે કર્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 15 કિલોના ડબા સહિત કુલ 2 હજાર 473 ઘીના ડબા અને પાઉચ જપ્ત કર્યા છે. આ મામલે જ્યોતિ ટ્રેડિંગ કમિશન એજન્ટના બે ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબજે કરાયેલા ઘીના નમૂનાઓને ગુણવત્તાની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2026માં પાલનપુર SOG દ્વારા શંકાસ્પદ ઘી વિરુદ્ધ આ ચોથી મોટી કાર્યવાહી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં રૂ.14.36 લાખથી વધુનું શંકાસ્પદ ઘી ઝડપી વિવિધ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો