VIDEO: ડીસામાં મંત્રી પ્રવીણ માળીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી
ભારે વરસાદની સંભાવના વચ્ચે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ મ

ભારે વરસાદની સંભાવના વચ્ચે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી ડીસા પહોંચ્યા હતા. મંત્રીએ મામલતદાર કચેરી, પાલિકા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી સ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. રેડ તેમજ ઓરેન્જ એલર્ટ દરમિયાન તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મંત્રીએ લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને જોખમી સ્થિતિમાં વાહન ન લઈ જવા અપીલ કરી છે.




