મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, પૂતળા દહન કરાયું

દેશભરમાં સતત થતા પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલન પર પોલીસ કાર્યવાહીના વિર

તસવીર: gstv

દેશભરમાં સતત થતા પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલન પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાવનગર કોંગ્રેસે મેઘાણી સર્કલ તેમજ ભાજપ કાર્યાલય સમક્ષ હલ્લાબોલ કર્યો હતો…કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની અટકાયત અને લોકશાહીના દમનના વિરોધમાં રસ્તા રોકો અને ચક્કાજામ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓએ પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કરવા જતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તનાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો