મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : બંગાળમાં 'શુભેન્દુ એક્શન મોડ'માં: શપથ લીધાના 24 કલાકમાં મમતાના નજીકના 16 સનદી અધિકારીઓને બદલ્યા

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ વહીવટીતંત્રમાં મોટા ફ

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ વહીવટીતંત્રમાં મોટા ફેરબદલ શરૂ થયા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શપથ ગ્રહણના ૨૪ કલાકમાં જ મમતા બેનર્જીના નજીકના ગણાતા અનેક સનદી અધિકારીઓની બદલી કરીને વહીવટી માળખું ફેરવી નાખ્યું છે.

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી નવી ભાજપ સરકારની રચના થતાની સાથે જ રાજ્યના પોલીસ અને વહીવટી માળખામાં મોટા પાયે ફેરબદલના સંકેતો મળી રહ્યા છે, જેની પ્રથમ ઝલક સરકારના પ્રથમ દિવસે જ જોવા મળી હતી. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદ સંભાળ્યાના ૨૪ કલાકની અંદર જ રાજ્ય સચિવાલય સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયના અમલદારશાહી માળખામાં વ્યાપક ફેરફારો કર્યા છે.

આ અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન કાર્યરત ૧૬ જેટલા વરિષ્ઠ અમલદારોને હટાવવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનું નામ ૨૦૧૪ બેચના IAS અધિકારી શાંતનુ મુખોપાધ્યાયનું છે, જેઓ મમતા બેનર્જીના અત્યંત નજીકના માનવામાં આવતા હતા. આ ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા સરકારી કર્મચારી સંઘના નેતા પ્રતાપ નાયકની બદલી સીધી દાર્જિલિંગ જિલ્લાના બિજનબારી સ્થિત બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં અગાઉની સરકારમાં સચિવ સ્તરે કાર્યરત ૪૬ જેટલા અધિકારીઓને હાલ પૂરતા રાજ્યના પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ વિભાગમાં તૈનાત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ અધિકારીઓની નવી નિમણૂક અંગે નિર્ણય લેવામાં આવશે. નવી સરકારના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે શુભેન્દુ અધિકારી વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો કરીને શાસન પર પોતાની મજબૂત પકડ જમાવવા માંગે છે.

આ સમાચાર શેર કરો