VIDEO: અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં યુવકની છાતીના ભાગે છરી અને ધારિયાના ઘા ઝીંકી કરાઈ હત્યા
અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ

અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ ચાર રસ્તા પાસે રાત્રિના સમયે જૂની અંગત અદાવતને કારણે ૩૭ વર્ષીય અજય સાલ્વી નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. અગાઉ ૧૨ દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ભદ્રેશ નામના વ્યક્તિ સાથે ગાળો બોલવા બાબતે મૃતક અજયે ટકોર કરી હતી, જેના કારણે થયેલી માથાકૂટની અદાવત રાખીને રાત્રિ દરમિયાન ૧૨ જેટલા લોકોના ટોળાએ અજય પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાથી અજય સાલ્વીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વિશાલ ચૌહાણ, સાગર ઉર્ફે માફિયા પરમાર તથા અંકિત પરમાર સહિતના મુખ્ય આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને ચક્રો ગતિમાન કર્યા છે.




