VIDEO: અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું પ્રમાણ વધ્યું, સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા
દીકરીને લક્ષ્મી માનવાની વાત કરતા સમાજમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું પ્રમાણ વધ્યું છે. આરોગ્ય વિભાગના આંક
દીકરીને લક્ષ્મી માનવાની વાત કરતા સમાજમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું પ્રમાણ વધ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે, જ્યાં શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ વસે છે. 2018થી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 112 સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે. તેમાં પશ્ચિમ ઝોનમાં 33, નવા પશ્ચિમ ઝોનમાં 25, જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર 8 મશીન સીલ થયા છે. અમદાવાદમાં છોકરીઓનો રેશિયો 2024માં 898થી ઘટીને 890 થઈ ગયો છે. PCPNDT એક્ટ હેઠળ આ ગુનો કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.




