VIDEO: 'અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા', 'સ્કોર ન થતા મારા ભાગે 20-20 રમવાની આવી'- પરેશ ધાનાણી
લોકસભા ચૂંટણીને લઈને રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સતત પ્રચાર કરી રહ્યા છે. નવાગામમાં ખ
લોકસભા ચૂંટણીને લઈને રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સતત પ્રચાર કરી રહ્યા છે. નવાગામમાં ખોડલધામ રેસિડેન્સીમાં જાહેરસભાને સંબોધી હતી. સંબોધતા અલગ અંદાજમાં મતદાન માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, પરંતુ સ્કોર ન થયો.જેથી તેઓના ભાગે 20-20 રમવા આવી છે.
તેમણે્ કહ્યું કે રાજકોટ પ્રિમીયર લીગમાં રમવા તો આવ્યો છું. પણ બધાને મળી શકાયું ન હોવાથી હાથે જ ફિલ્ડીંગ ગોઠવી દેજો. તે માટે પરેશ ધાનાણીએ આડોશી-પાડોશી અને સગા સંબંધીઓને 10-10 ફોન કરી મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.




