VIDEO: 'મેં મારો પહેલો ઉપવાસ ગૌરક્ષા માટે કરેલો', અમેરિકન પૉડકાસ્ટર સાથે વાતચીતમાં બોલ્યા PM મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પૉડ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પૉડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી. આ પૉડકાસ્ટમાં તેમણે પોતાના જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર છણાવટ કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પૉડકાસ્ટમાં ઉપવાસ અંગે પણ વાત કરી હતી.
લેક્સ ફ્રિડમેન: "હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ..."
આના વળતા જવાબમાં, પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો, "આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે... આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે... ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે... મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ 'ગૌરક્ષા' માટે એક દિવસ ઉપવાસ કરતો હતો..."






