Video: 'હું સલામત છું અને યાત્રાએ નીકળ્યો છું', ગુમ થયાના સમાચારને રદિયો આપતા મહાદેવ ભારતી

ભારતી આશ્રમના ભૂતપૂર્વ લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. જો કે

ભારતી આશ્રમના ભૂતપૂર્વ લઘુમહંત મહાદેવગીરી બાપુ ફરી એકવાર અચાનક ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. જો કે મહાદેવ ભારતીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરી 'હું સલામત છું અને યાત્રાએ નીકળ્યો છું', તેવો ઉલ્લેખ કરતાં તેમના પરિવારજનોએ રાહત અનુભવી છે. 

 હું ક્યાંય નથી ગયો: મહાદેવગીરી

પ્રાપ્ત માહિતી મુજબ જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતા મહાદેવ ભારતી વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે પરિવારજનોમાં ફરી ચિંતાના વાદળો છવાયા હતા. જે બાદ મહાદેવ ભારતીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરી 'હું સલામત છું અને યાત્રાએ નીકળ્યો છું'. હું ક્યાંય નથી ગયો. મીડિયામાં ખોટા સમાચાર ન ફેલાવો. હું ભગવાનના ચરણોમાં સુરક્ષિત છું અને ભક્તિમય વાતાવરણમાં બાકીનું જીવન વ્યતિત કરું છું. 

જાહેરાત

ઉલ્લેખનીય છે કે મહાદેવગીરી બાપુએ થોડા દિવસો પહેલાં જ એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આશ્રમના આંતરિક ડખા અને વિવાદો અંગે ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. આ નોટ લખીને તેઓ ગુમ થઈ ગયા હતા.

ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા 

આ સમગ્ર વિવાદ દરમિયાન ભારતી આશ્રમના ગુરુ હરિહરાનંદબાપુએ મહાદેવગીરી બાપુ સામે કડક પગલાં લેતા તેમને તમામ હોદ્દા પરથી હટાવી દીધા હતા. એટલું જ નહીં, રાજ્યના કોઈપણ ભારતી આશ્રમમાં તેમના પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહાદેવ ભારતી પોતાના પરિવાર સાથે રહેવા માટે જસદણના સાણથલી ગામે ગયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત