મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જંતર મંતરમાં પ્રદર્શનકારીઓમાં ભારે આક્રોશ

નવી દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધ

તસવીર: gstv

નવી દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને પેપર લીક મામલે ચાલી રહેલું વિરોધ પ્રદર્શન સતત વેગ પકડી રહ્યું છે. ૨૧ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની તબિયત લથડતાં પોલીસે તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલ ખસેડ્યા હતા. જેની સામે સવારથી જ પ્રદર્શનકારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સવારના દ્રશ્યોમાં સમગ્ર જંતર મંતર વિસ્તારને લોખંડી પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ્સથી છાવણીમાં ફેરવી દેવાયેલો જોઈ શકાય છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં અને સોશિયલ મીડિયા પર અભિજીત દીપકે ખૂબ જ સક્રિય છે. તેઓ પેપર લીક અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ સાથે યુવાનોના અવાજને સતત બુલંદ કરી રહ્યા છે. જંતર મંતરમાં પણ તેઓ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓની આગેવાની કરતા અને વહીવટીતંત્ર સામે વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો