Video: કોસંબા નજીક પ્લાયવૂડનાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડના આગ ઓલવવાના પ્રયાસો

સુરતના કોસંબા નજીક મહુવેજ ગામે ગોડાઉનમાં આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. આગમાં પ્લાયવૂડનો જથ્થો

સુરતના કોસંબા નજીક મહુવેજ ગામે ગોડાઉનમાં આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. આગમાં પ્લાયવૂડનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સદ્નસીબે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઇ નહોતી. 

 આગ લાગવાનું કારણ અકબંધ

સુરત જિલ્લામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોસંબા નજીક મહુવેજ ગામે ગોડાઉનમાં આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. યુનીવર્સલ વેરહાઉસ નામના ગોડાઉનમાં આગ લાગતા પ્લાયવૂડનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના સમાચાર મળતા જ પાનોલી, સુમિલોન, પલસાણા, બારડોલી સહિતની ફાયરની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કોસંબા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સદ્નસીબે આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઇ નહોતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત