મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુંડીચા મંદિરે ભક્તોની ભારે ભીડ

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવ

તસવીર: gstv

ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન હાલ પોતાના મોસાળ ગુંડીચા મંદિરમાં બિરાજમાન છે. આ પવિત્ર અવસર પર ભગવાનના આડપ દર્શનનું વિશેષ મહત્વ હોવાથી દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા છે. સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા તેમજ દર્શન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે  જેથી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.

આ સમાચાર શેર કરો