Video: DMKનો મોટો રાજકીય નિર્ણય, સીમાંકન બિલ પર સ્ટાલિનનું કેન્દ્ર સરકારને સમર્થન

સોર્સ: gstv

સીમાંકન બિલના મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને મોટો રાજકીય નિર્ણય જાહેર કર્યો છે. ઈન્ડિય ગઠબંધનના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે આશરે 70 મિનિટની બેઠક બાદ ડીએમકેએ કેન્દ્ર સરકારના સીમાંકન બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી નિષ્પક્ષ સીમાંકનની માગ પર અડગ છે. તેમણે જણાવ્યું કે જો બિલ પડી જશે તો તમિલનાડુને મળતો હિસ્સો પણ ઘટી શકે છે. વર્ષ 2027માં થનારા સીમાંકન દરમિયાન રાજ્યના અધિકારો અને હિસ્સાને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્ટાલિને જણાવ્યું છે. ડીએમકેના આ નિર્ણયથી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત