IND vs NZ / બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી, ન્યુઝીલેન્ડે ત્રીજા દિવસે મેચ પર મજબૂત પકડ મેળવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. મેચનો ત્રીજો દિવસ પૂરો થઈ ગયો છે. કિવી ટીમે પોતાની પકડ મજબૂત કરી છે. ટીમ ઈન્ડિયા પર હવે હારનો ભય છે. ત્રીજા દિવસે ભારતે 130 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ 246 રનમાં સમેટાઈ ગઈ હતી. ધ્રુવ જુરેલની 88 રનની ઈનિંગથી ફોલોઓનનો ખતરો ટળી ગયો. ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 110 રનની લીડ મેળવી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ બીજા ઈનિંગમાં પણ પોતાની તાકાત બતાવી હતી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે 3 વિકેટ ગુમાવીને 133 રન બનાવી લીધા હતા. આનો અર્થ એ થયો કે કુલ લીડ હવે 243 રન પર પહોંચી ગઈ છે.
ભારતીય બેટ્સમેન નિષ્ફળ ગયા
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 116/6ના સ્કોરથી પોતાની ઈનિંગ ફરી શરૂ કરી. બીજા દિવસે, ભારતીય બેટ્સમેનમાંથી કોઈ મોટો સ્કોર બનાવી નહતું શક્યું. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંત બધા નિષ્ફળ રહ્યા. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ત્રીજા દિવસે લંચ સુધીમાં બે વિકેટ ગુમાવીને 90 રન ઉમેર્યા. જુરેલે સારી બેટિંગ કરી, આકાશ દીપ સાથે આઠમી વિકેટ માટે 46 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ. આકાશે 52 બોલમાં 29 રન બનાવ્યા. જુરેલે 170 બોલમાં 88 રન બનાવ્યા, તેણે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા. તે ટીમ ઈન્ડિયા તરફથી આઉટ થનાર છેલ્લો ખેલાડી હતો. જસપ્રીત બુમરાહ 17 બોલમાં 4 રન બનાવીને અણનમ રહ્યો.
ન્યુઝીલેન્ડની મજબૂત લીડ
ન્યુઝીલેન્ડની કુલ લીડ હવે 243 રન સુધી પહોંચી ગઈ છે. કિવી ટીમ મેચમાં મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે. રચિન રવિન્દ્ર 46 રન બનાવીને અણનમ છે અને ડેરિલ મિચેલ 5 રન બનાવીને અણનમ છે. બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ 12 ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી છે. પહેલી ઈનિંગમાં તે વિકેટ વગર રહ્યો હતો. બુમરાહે ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમને બોલ્ડ કર્યો, જે ફક્ત આઠ રન બનાવી શક્યો. તેણે હેનરી નિકલ્સને પણ આઉટ કર્યા, જેણે 42 બોલમાં 22 રન બનાવ્યા. ડેવોન કોનવેએ 97 બોલમાં 51 રન બનાવ્યા, જેમાં તેણે છ ચોગ્ગા ફટકાર્યા. તેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો, યશસ્વી જયસ્વાલે છલાંગ લગાવીને શાનદાર કેચ ઝડપ્યો. હવે બધાની નજર ચોથા દિવસની રમત પર છે. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને આઉટ કરીને મેચમાં વાપસી કરવી પડશે.








